ઘરના લોકો માટે ગાઇડ
તમારું પહેલું અઠવાડિયું, શું બોલવું અને શું ન બોલવું, અને પોતાનું ધ્યાન કઈ રીતે રાખવું.

રિપોર્ટ સાચવવાનું, એપોઇન્ટમેન્ટ પર લઈ જવાનું અને બધું સંભાળી લેવાનું જો તમારા માથે હોય, તો આ ભાગ પેશન્ટ માટે નહીં, તમારા માટે છે. બે વાત એકસાથે સાચી છે: બીમાર તમે નથી, અને આ બધું તમારી સાથે પણ થઈ રહ્યું છે. હાથે કરવાના કામનો ભાગ — મોઢાની સંભાળ, ખવડાવવાનું, દવાનો રેકોર્ડ — એના માટે અલગ ભાગ છે: 'ઘરે પેશન્ટની સંભાળ કઈ રીતે રાખવી'.
પહેલું અઠવાડિયું, વ્યવહારમાં
- દરેક રિપોર્ટ એક જ ફાઇલમાં રાખો, જૂનામાં જૂનો પાછળ. દરેક એપોઇન્ટમેન્ટમાં એ ફાઇલ સાથે લઈ જાઓ.
- સવાલ યાદ આવે ત્યારે ને ત્યારે લખી લો, એપોઇન્ટમેન્ટ પહેલાં જ નહીં.
- મોટી વાતચીત વખતે બીજા કોઈને સાથે લઈ જાઓ. બે જણને એક જણ કરતાં વધારે યાદ રહે છે.
- કોણ બહારના સગાંને જાણ કરશે તે શરૂઆતમાં જ નક્કી કરી લો, જેથી પેશન્ટે વીસ વાર એની એ જ વાત ન કરવી પડે.
હજી લખાઈ રહ્યું છે
આ ગાઇડનો બાકીનો ભાગ — શું બોલવું અને શું ન બોલવું, જુદી જુદી ઉંમરનાં બાળકો સાથે આ વાત કઈ રીતે કરવી, અને મહિનાઓ સુધી ચાલતી ટ્રીટમેન્ટ દરમિયાન પોતાની તબિયત કઈ રીતે સાચવવી — અમારા કાઉન્સેલર સાથે મળીને લખાઈ રહ્યો છે.
તેના બદલે અમને પૂછો
તમને જોઈતો જવાબ હજી અહીં લખાયો ન હોય, તો સીધું કોઈ વ્યક્તિને પૂછો. અમે તે પબ્લિશ કરીએ તેની રાહ જોવા કરતાં એ ઝડપી પડશે.