કેન્સરના પ્રકાર: તમારા નિદાન વિશે સ્પષ્ટ માહિતી
એવી રીતે લખેલું છે કે રાતના એક વાગ્યે, ચિંતામાં બેઠેલી વ્યક્તિ ફોન પર વાંચી શકે. તમને જોઈતું પેજ હજી અહીં ન હોય, તો અમને મેસેજ કરો — અમે તમને સીધો જવાબ આપીશું.

મોઢાનું કેન્સર
સૌરાષ્ટ્રમાં અમે સૌથી વધુ આ કેન્સરની ટ્રીટમેન્ટ કરીએ છીએ, અને વહેલું પકડાય તો જેની ટ્રીટમેન્ટ સૌથી સારી રીતે થઈ શકે એવાં કેન્સરમાંનું આ એક છે.
માથા-ગળાનું કેન્સર
ગળા, લાળગ્રંથિ અને નાક-સાઇનસનાં કેન્સર — મોઢાની બાજુમાં જ, પણ તેમને પોતાના અલગ જૂથ તરીકે જોવામાં આવે છે.
થાઇરોઇડનું કેન્સર
આ કેન્સર મોટે ભાગે ગળાની આગળના ભાગમાં ગાંઠ રૂપે પકડાય છે. થાઇરોઇડની મોટા ભાગની ગાંઠો કેન્સર હોતી નથી, અને ખાતરી કરવાનું સહેલું છે.
અવાજની પેટી (લેરિન્ક્સ)નું કેન્સર
અવાજ બેસી જાય અને પાછો ન આવે — સામાન્ય રીતે આની પહેલી નિશાની આ જ હોય છે, અને એટલે જ એ ઘણી વાર નાનું હોય ત્યારે જ ડૉક્ટર સુધી પહોંચે છે.
બ્રેસ્ટ કેન્સર
અમે સૌથી વધુ જે કેન્સરની ટ્રીટમેન્ટ કરીએ છીએ તેમાંનું આ એક છે. બ્રેસ્ટમાં થતી મોટા ભાગની ગાંઠો કેન્સર હોતી નથી, અને ખાતરી કરવા માટે થોડી તપાસ પૂરતી છે.
સર્વાઇકલ અને ગાયનેક કેન્સર
ગર્ભાશયના મુખ, ગર્ભાશય અને અંડાશયનાં કેન્સર — ત્રણ જુદા રોગ, પણ ત્રણેયની સંભાળ એક જ ટીમ રાખે છે, એટલે અહીં સાથે મૂક્યાં છે.
ફેફસાંનું કેન્સર
ખાંસી મટતી નથી — મોટા ભાગના લોકો આ જ કારણે પહેલી વાર ડૉક્ટર પાસે આવે છે, અને મોટા ભાગે એ કેન્સર નીકળતું નથી.
પેટ અને આંતરડાંનું કેન્સર
પાચનતંત્રનાં કેન્સર — અન્નનળી, હોજરી, લિવર, પેન્ક્રિયાસ, પિત્તાશય અને આંતરડાં. આખા પાચનતંત્રની ટ્રીટમેન્ટ એક જ ટીમ કરે છે, પણ તેનો દરેક ભાગ જુદી રીતે વર્તે છે.
પ્રોસ્ટેટ અને યુરોલોજીનાં કેન્સર
પ્રોસ્ટેટ, મૂત્રાશય, કિડની અને વૃષણનાં કેન્સર — દરેક જુદી રીતે પકડાય છે, અને ટ્રીટમેન્ટ એક જ સર્જિકલ ટીમ કરે છે.
સાર્કોમા (હાડકાં અને સોફ્ટ ટિશ્યુનું કેન્સર)
હાડકાંમાં કે શરીરની સોફ્ટ ટિશ્યુમાં શરૂ થતાં આ કેન્સર ઓછાં જોવા મળે છે. મોટા ભાગની ગાંઠો સાર્કોમા હોતી નથી — અને જ્યાં તેની શક્યતા હોય ત્યાં તપાસ કયા ક્રમમાં થાય છે એ મહત્ત્વનું છે.