અમારા તરફથી થોડું લખાણ
કેન્સરની સારવારના જે ભાગ કોઈ સમજાવતું નથી તેના વિશે ટૂંકું અને કામનું લખાણ: નિર્ણય કઈ રીતે લેવાય છે, શેના માટે એપોઇન્ટમેન્ટ લેવા જેવી છે, અને લાંબો ધક્કો કઈ રીતે લેખે લગાડવો.

તમારો ટ્રીટમેન્ટ પ્લાન કઈ રીતે નક્કી થાય છે
કંઈ પણ શરૂ થાય તે પહેલાં તમારો કેસ ટ્યુમર બોર્ડ સામે જાય છે. એ મીટિંગ શું છે, ટ્રીટમેન્ટ પછી નહીં પણ પહેલાં કેમ થાય છે, અને એ પૂરી થાય ત્યારે તમને શું ખબર હોવી જોઈએ.
મોઢાનું ચાંદું ક્યારે ફરી બતાવવા જેવું છે
મોઢાનાં મોટા ભાગનાં ચાંદાં કંઈ હોતાં નથી અને જાતે જ મટી જાય છે. યાદ રાખવા જેવો નિયમ સમયનો છે: બે અઠવાડિયાં પછી પણ જે રહી જાય, તે બતાવવું જોઈએ.
બહારગામથી આવો છો? એક જ ધક્કામાં પતાવો
સૌરાષ્ટ્રના બીજા શહેરથી આવતા હો તો એપોઇન્ટમેન્ટ સહેલો ભાગ છે. દિવસ એવી રીતે ગોઠવો કે ચાર ધક્કાને બદલે એક જ ધક્કો થાય — એ કઈ રીતે, તે અહીં લખ્યું છે.
આમાં જવાબ ન મળ્યો હોય એવો સવાલ છે?
કન્સલ્ટેશન બુક કરો અને સવાલ સાથે લઈને આવો. સમજાવવું એ પણ ટ્રીટમેન્ટનો જ ભાગ છે.